સુરત : પીપોદરા જી.આઇ.ડી.સીના ગોડાઉનમાં આગ ફાટી નીકળી, 10 કીમી સુધી આગના ધુમાડાના ગોટેગોટા દેખાયા

પિપોદરા જીઆઈડીસીના ગોડાઉનમાં આગનો બનાવ પવનના કારણે સતત આગ વધુ વિકરાળ બની ક્રેનની મદદથી ગોડાઉન ફરતેની સેફ્ટી વોલ તોડી પડાઈ

Update: 2022-05-25 06:18 GMT

સુરતના માંગરોળ તાલુકાના પીપોદરા જી.આઇ.ડી.સીમાં આવેલ એક વેસ્ટેઝ યાર્નના ગોડાઉનમાં આજરોજ સવાર આગ લાગવાની ઘટના બની...

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા જી.આઇ.ડી.સીમાં આવેલ એક વેસ્ટેજ યાર્નના ગોડાઉનમાં આજરોજ સવારે આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ૭ જેટલી ગાડીઓ સ્થળ પર દોડી ગઈ હતી અને આગ પર કાબૂ લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે પવનના કારણે સતત આગ વધુ વિકરાળ બની હતી અને આગના ધુમાડા ૧૦ કિમી સુધી દેખાયા હતા. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ક્રેનની મદદથી ગોડાઉન ફરતે કરવામાં આવેલ સેફ્ટી વોલ તોડી નાખી હતી. જોકે આગની ઘટનાને ત્રણ થી ચાર કલાક વીતવા છતાં આગ પર કાબૂ મેળવાયો ન હતો. ઉલ્લેખનીય છે કે પીપોદરા જીઆઈડીસીમાં હજારો ઉદ્યોગ એકમો આવેલા છે પણ ફાયર સ્ટેશન નથી જેના કારણે જ્યારે પણ આગની ઘટના બને ત્યારે ફાયર વિભાગને જીઆઇડીસીમાં આવતા લાંબો સમય લાગતો હોય છે. 

Tags:    

Similar News