સુરત : મોબાઇલ ચોરીની શંકામાં મિત્ર એ જ કરી મિત્રની હત્યા, હત્યારા માતા-પુત્રની ધરપકડ

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના બની છે. જેમાં મોબાઇલ ચોરીની શંકામાં મિત્ર એ જ મિત્રની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.

Update: 2022-10-17 11:10 GMT

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના બની છે. જેમાં મોબાઇલ ચોરીની શંકામાં મિત્ર એ જ મિત્રની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.

સુરત શહેરમાં દિન પ્રતિદિન હત્યા અને લૂંટના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પોલીસનો ખોફ ન હોય તેમ એક બાદ એક ઘટના સામે આવી રહી છે, ત્યારે રાંદેર વિસ્તારમાં આવેલ સુભાષનગર ખાતે મિત્ર એ જ મિત્રની ચપ્પુના ઘા વડે હુમલો કરી હત્યા કરી છે. સુભાસનગરમાં રહેતો 22 વર્ષીય અહમદ શેખ કલર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગત મોડી રાત્રિએ તેના મિત્ર ફિરોઝ ચવલી અને તેની માતા સનિન સુભાષનગર પાસે વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન અહમદ શેખ પાસે રહેલ મોબાઈલ પોતાનો છે, તેવું ફિરોઝ ચવલી જણાવી રહ્યો હતો. જોત જોતામાં ફિરોઝ અને અહમદ શેખ વચ્ચે ઝઘડો ઉગ્ર બન્યો હતો.

મોબાઇલની માલિકી પરથી શરૂ થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચી ગયો હતો. બંને મિત્રો વચ્ચે થયેલા ઝઘડામાં ફિરોઝની માતા પણ સગીર અહમદ શેખને અપશબ્દો બોલવા લાગી હતી. ત્યારબાદ અચાનક ફિરોઝ દ્વારા સગીરના છાતી અને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી મા-દીકરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. રાંદેર પોલીસને બનાવની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ગણતરીના કલાકોમાં જ હત્યારા માતા-પુત્રની અટકાયત કરી હતી.

Tags:    

Similar News