સુરત: કામરેજમાં હિન્દુ સંગઠનો દ્વારા પઠાણ ફિલ્મનો વિરોધ, થિયેટર પરથી પોસ્ટર ઉતારી લીધા

હિન્દુ સંગઠનના કાર્યકરો કામરેજ ગામે આવેલ રાજહંસ સિનેમા ખાતે પહોંચ્યા હતા અને સિનેમા પર લાગેલા પઠાણ ફિલ્મના પોસ્ટરો ઉતારી લીધા

Update: 2022-12-26 07:34 GMT

સુરતના કામરેજમાં હિન્દુ સંગઠનો દ્વારા પઠાણ ફિલ્મનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. થિયેટર પર લાગેલ પઠાણ ફિલ્મના પોસ્ટર ઉતારી ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ભારતમાં હિન્દુ સંગઠનો દ્વારા પઠાણ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે,આવેદન પત્ર,પૂતળાં દહન સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે,ત્યારે રવિવારના રોજ કામરેજ તાલુકામા પણ હિન્દુ સંગઠનો દ્વારા પઠાણ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો.૧૫૦ જેટલા હિન્દુ સંગઠનના કાર્યકરો કામરેજ ગામે આવેલ રાજહંસ સિનેમા ખાતે પહોંચ્યા હતા અને સિનેમા પર લાગેલા પઠાણ ફિલ્મના પોસ્ટરો ઉતારી લીધા હતા ફાડી નાખ્યાં હતાં તેમજ ઉગ્ર વિરોધ નોંધાવી જય શ્રી રામના નારા લગાવ્યા હતા..

Tags:    

Similar News