સુરત : કામરેજના કોળી ભરથાણા ગામે વરસાદથી બચવા ઝાડ નીચે ઉભેલા લોકો પર પડી વીજળી,જુઓ પછી શું થયું..?

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કોળી ભરથાણા ગામે વરસાદથી બચવા ઝાડ નીચે ઉભેલા પાંચ લોકોને ઇજા થઇ હતી,તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

Update: 2022-08-05 09:24 GMT

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કોળી ભરથાણા ગામે વરસાદથી બચવા ઝાડ નીચે ઉભેલા પાંચ લોકોને ઇજા થઇ હતી,તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને હાલ સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે કામરેજ તાલુકાના કોળી ભરથાણા ગામે વરસાદ થી બચવા ૨ યુવાન એક યુવતી તેમજ બે સગીર વૃક્ષ નીચે ઊભા હતા તે દરમિયાન અચાનક વૃક્ષ પર વીજળી પડતાં વૃક્ષ નીચે ઉભેલા પાંચેય લોકો બેભાન થઈ ગયા હતા,ગ્રામજનો દ્વારા તેઓને ૧૦૮ મારફતે તાત્કાલિક દીનબંધુ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે તેમને સમયસર સારવાર મળતા તેમની સ્થિતિ હાલ સારી હોવાનું જાણવા મળ્યું હતું.

Tags:    

Similar News