સુરત: સબ રજીસ્ટ્રારની કચેરી હવે ગ્રાઉન્ડ ફ્લોર પર શરૂ, મહેસૂલ મંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો પ્રારંભ

સુરતના બહુમાળી ખાતે અઠવા અને ઉધના માટેની મિલકત દસ્તાવેજની સબ રજીસ્ટ્રારની ઓફિસ સાતમા આઠમા માળે કાર્યરત હતી

Update: 2022-10-13 12:39 GMT

સુરતના બહુમાળી ખાતે અઠવા અને ઉધના માટેની મિલકત દસ્તાવેજની સબ રજીસ્ટ્રારની ઓફિસ સાતમા આઠમા માળે કાર્યરત હતી જેને પ્રજાની સુખાકારી માટે હવે ગ્રાઉન્ડ ફ્લોર પર શરૂ કરવામાં આવી છે

Full View

સુરત શહેરના બહુમાળી ભવનના સી બ્લોકના છઠ્ઠા અને સાતમાં માળે આવેલી સબ-રજીસ્ટ્રાર કચેરી-સુરત સીટી-૧ અને સબ-રજીસ્ટ્રાર કચેરી-સુરત-૨ ઉધના કચેરીઓમાં આવતા સિનિયર સિટિઝન્સ અને દિવ્યાંગ નાગરિકોની મુશ્કેલીઓને ધ્યાને લઈ આ કચેરીઓને સી-બ્લોક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થળાંતરિત કરવામાં આવી છે. જેને આજ રોજ મહેસુલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રજાની સેવા માટે ખુલ્લી મુકવામાં આવી હતી. કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને જિલ્લા કલેક્ટર આયુષ ઓક ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News