સુરત: ઓમિક્રોન વેરિયન્ટને લઈને તંત્ર એલર્ટ, રાજ્ય અને દેશ બહારથી આવેલા લોકોને ક્વોરન્ટીન કરાયા

ઓમીક્રોનને લઈ સુરત મહાનગર પાલિકા દ્વારા સાવચેતી અને તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે

Update: 2021-11-29 10:40 GMT

કોરોનના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈ સુરત મહાનગર પાલિકા સતર્ક થઈ ગઈ છે. રાજ્ય કે દેશ બહારથી આવેલા 460 લોકોને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનને લઈ સુરત મહાનગર પાલિકા દ્વારા સાવચેતી અને તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.રાજ્ય કે અન્ય દેશ બહારથી આવેલા કુલ 460 જેટલા લોકોને પાલિકા દ્વારા ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.જેમાં હાલ તમામના રિપોર્ટ પેન્ડિંગ છે.

જો કોઈ વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવશે તો પાલિકા દ્વારા સેમ્પલ લઈ જીનોમ સિક્વનસિંગ માટે મોકલવામાં આવશે.પાલિકાએ દ્વારા વિદેશથી સુરત આવતા લોકોને ફરજીયાત સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ભરવા ખાસ સૂચના આપવામાં આવી છે.આ અગાઉ 119 જેટલા લોકોને પણ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.જેમાં 78 લોકોના RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.રવિવારે સુરત એરપોર્ટ પર 391લોકોના RT-PCR ટેસ્ટ કરાયા હતા,જ્યારે 298 ના રિપોર્ટ નેગેટિવ,93 ના પેન્ડિંગ છે.છેલ્લા પંદર દિવસમાં યુ.કે.સહિત 13 દેશોમાંથી સુરત આવેલા લોકોની સંખ્યા 460 થઈ છે.જે પૈકી 9 સાઉથ આફ્રિકાથી આવ્યા છે.અન્ય અથવા દેશ બહારથી આવતા લોકોને પાલિકા દ્વારા સેલ્ફ રિપોર્ટિંગ ફોર્મ ભરવા અપીલ કરવામાં આવી છે.

Tags:    

Similar News