સુરત:પારસી પરિવાર પાસે છે ભગવાન સ્વામિનારાયણની પાઘડી, મોટી સંખ્યામાં હરિભક્તોએ કર્યા દર્શન

સુરતના પારસી પરિવાર પાસે છે ભગવાન સ્વામિનારાયણની પાઘડી, ભાઇબીજના દિવસે પાઘડીને મૂકવામાં આવે છે દર્શન અર્થે

Update: 2022-10-28 05:57 GMT

સુરતના સૈયદપુરામાં ભગવાન સ્વામિનારાયણે પારસી પરિવારને આપેલી પાઘ ભાઈબીજના દિવસે જાહેરમાં દર્શન કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન સ્વામિનારાયણની પાઘડીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

સુરતમાં રહેતા એક પારસી પરિવારને 198 વર્ષ પહેલા જે સમયે ભગવાન સ્વામિનારાયણ ભારતભરમાં ભ્રમણ કરી રહ્યા હતા, તે સમય દરમિયાન તેઓ થોડા દિવસો સુરતમાં પણ રોકાયા હતા.સુરત શહેરના કમિશનરના પદ ઉપર અહેવાલે અરદેસર કોટવાળ બહાદુર હતા. તેમણે ભગવાન સ્વામિનારાયણનું સ્વાગત કર્યું હતું ભગવાન સ્વામિનારાયણ જ્યારે સુરતથી જઈ રહ્યા હતા ત્યારે અહેવાલે અરદેસર કોટવાળ બહાદુર આભાસ થયો કે મારી પાસે ભગવાન સ્વામિનારાયણની એવી કોઈ વસ્તુ રહેવી જોઈએ જે વસ્તુ હું સાચવીને મૂકી રાખું અને તેની પૂજા-અર્ચના કરું ત્યારે ભગવાન સ્વામિનારાયણે ખુદ પોતે જ પોતાની પાઘડી ઉતારી અરદેસર કોટવાલને આપી હતી. એ પાઘડી આજદિન સુધી સાચવીણે મુકવામાં આવી છે.સાથે શુકન માટે શ્રીફળ પણ આપ્યું હતું. પ્રસાદ સ્વરૂપે આપવામાં આવેલા પાઘડી અને શ્રીફળણે આજે દર્શન માટે મૂકવામાં આવતા હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી

Tags:    

Similar News