સુરત : કેન્દ્રીય રાજ્ય રેલવે મંત્રી દર્શના જરદોશ દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા ખુલ્લી મુકાઈ, લોકોને રમત તરફ પ્રેરિત કરવાનો મુખ્ય ઉદ્દેશ

ખેલ પ્રતિ રુચિ રાખે એના માટે કબડ્ડી ખો-ખો,વોલી બોલ,રસ્સી ખેંચ, સહિત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને ક્રમ અનુસાર જુદી જુદી વિધાનસભાઓની સ્પર્ધાની ફાઇનલ થશે.

Update: 2022-06-05 08:36 GMT

કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા સુરત શહેરના નાની વેડના કેશવ ફાર્મ ખાતે અમૃત મહોત્સવ અને સાંસદ ખેલ સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા સુરતના નાની વેડના કેશવ ફાર્મ ખાતે અમૃત મહોત્સવ અને સંસદ ખેલ સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

Full View

સાંસદ દર્શના જરદોશએ જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આજરોજ સાંસદ સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ખેલાડીઓ ઉત્સાહપૂર્વક વિવિધ રમતો રમી રહ્યા છે. સામાન્ય નાગરિકો અને યુવાઓ જોડાય અને ખેલ પ્રતિ રુચિ રાખે એના માટે કબડ્ડી ખો-ખો,વોલી બોલ,રસ્સી ખેંચ, સહિત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને ક્રમ અનુસાર જુદી જુદી વિધાનસભાઓની સ્પર્ધાની ફાઇનલ થશે.

Tags:    

Similar News