સુરત : ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો, AAPના આગેવાનો ભગવા રંગે રંગાયા

વોર્ડ પ્રમુખ સહિત મહિલા કાર્યકરોએ પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ જતાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે.

Update: 2021-08-21 10:55 GMT

આમ આદમી પાર્ટીમાં મહિલાઓ સુરક્ષિત નહીં હોવાના આક્ષેપ સાથે સુરત શહેરના સરથાણા વિસ્તારના આમ આદમી પાર્ટીના વોર્ડ પ્રમુખ સહિત મહિલા કાર્યકરોએ પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ જતાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે.

મળતી માહિતી અનુસાર, સરથાણા વિસ્તારના વોર્ડ નંબર 17માં આમ આદમી પાર્ટીના વોર્ડ પ્રમુખ સહિત મહિલા કાર્યકરોની છેલ્લા ઘણા સમયથી નારાજગી સામે આવી હતી, ત્યારે AAPથી નારાજ મહિલાઓએ પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે. વિ.ડી.ઝાલાવડીયાના હસ્તે આમ આદમી પાર્ટીના વોર્ડ પ્રમુખ સહિત મહિલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આમ આદમી પાર્ટીમાં મહિલાઓ સુરક્ષિત નહીં હોવાના આક્ષેપ સાથે AAPની મહિલા કાર્યકરો ભાજપમાં જોડાઈ જતાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે. જોકે, બીજી તરફ ચૂંટણી નજીક આવતા નેતા સહિતના કાર્યકરોએ જાણે પાટલી બદલવાનું શરૂ કર્યું હોવાની પણ લોકમુખે ચર્ચા થઈ રહી છે.

Tags:    

Similar News