સુરત : પાંડેસરા નાગસેન નગર ખાતે આવેલ CSC બાલ વિદ્યાલયમાં વિશ્વ યોગ દિવસની કરાઇ ઉજવણી

આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વસુધૈવ કુટુંબકમની થીમ સાથે અનેક રાજ્યમાં અલગ અલગ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે.

Update: 2023-06-21 07:48 GMT

આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વસુધૈવ કુટુંબકમની થીમ સાથે અનેક રાજ્યમાં અલગ અલગ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે.

Delete Edit

ભારત સહિત આખી દુનિયામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના પાંડેસરા નાગસેન નગર ખાતે આવેલ CSC બાલ વિદ્યાલયમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં શહેરી અને ગ્રામીણ ક્ષેત્રમાં CSC એકેડેમીના માધ્યમથી CSC બાલ વિદ્યાલય ચલાવવામાં આવે છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંના નાગસેન નગરમાં આવેલ CSC બાલ વિદ્યાલય ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ યોગ દિવસમાં બાલ વિદ્યાલયમાં અભ્યાસ કરતા નાના નાના ભૂલકાઓ સહિત 100થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. વહેલી સવારે નાના ભૂલકાઓ મોટી સંખ્યામાં બાલ વિદ્યાલયમાં આવી પહોંચ્યા હતા. પાંડેસરા CSC બાલ વિદ્યાલયના શિક્ષકોએ ઉત્સાહભેર વિદ્યાર્થીઓને યોગ કરાવ્યો હતો સાથે જ આ યોગ દિવસમાં વિદ્યાર્થીઓના વાલીઓ પણ જોડાયા હતા

Tags:    

Similar News