સુરેન્દ્રનગર: ગુજરાત ભાજપના નેતા PMની કેટલી ઇજ્જત કરે છે એનો હવે ખ્યાલ આવશે, જુઓ PMના ભાઈએ આવું નિવેદન શું કામ આપ્યું ?

Update: 2021-02-01 13:57 GMT

પી.એમ.મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ સ્ફોટક નિવેદન આપી વિવાદ સર્જ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રહલાદ મોદીની દીકરીએ ટિકિટ માંગતા ટિકિટ મળવા બાબતે તેઓએ કહ્યું હતું કે ગુજરાત ભાજપના નેતા પી.એમ.ની કેટલી ઇજ્જત કરે છે એનો ખ્યાલ હવે આવી જશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં બોડકદેવ વોર્ડમાં ઓબીસી અનામત બેઠકની ટીકીટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના પુત્રી સોનલબહેને ટીકીટ માટે દાવેદારી કરી છે ત્યારે વડાપ્રધાનના ભાઇ પ્રહલાદ મોદીએ સ્ફોટક નિવેદન આપી વિવાદ સર્જ્યો છે.પ્રહલાદ મોદીએ સુરેન્દ્રનગરમાં નિવેદન આપ્યું હતું કે દિકરી લોકશાહીમાં જીવે છે અને એ પોતે સ્વતંત્ર છે તો ટિકિટ માંગી પણ શકે એના મનમાં કદાચ એવી ભાવના હશે વડાપ્રધાન એના મોટા બાપા છે એટલે આ લાભ મળે, અને હું તો એટલું સમજુ છું કે પાર્લામેન્ટરી બોર્ડ ગુજરાત નરેન્દ્રભાઈ ની ઈજ્જત કેટલી કરે છે તે આ પરિસ્થિતિ થી ખ્યાલ આવી જશે કે દિકરીને કેટલું મહત્વ આપે છે. ત્યાં નરેન્દ્રભાઈની લાગણી અને ભાજપનાં હોદ્દેદારો ની લાગણી અહીં પ્રસ્થાપિત થશે તેવું હું માનું છું.

Tags:    

Similar News