તાપી : મતદારોને રીઝવવા માટે અવનવી તરકીબ અજમાવતા વ્યારાના ઉમેદવારો, જુઓ કેવી રીતે કર્યો પ્રચાર..!

Update: 2021-02-25 10:38 GMT

તાપી જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દરેક ઉમેદવારો પણ મતદારોને રીઝવવા માટે અવનવી તરકીબ અજમાવી રહ્યા છે. તાપી જિલ્લામાં પણ ઉમેદવારો દ્વારા એક અનોખા પ્રચારની પધ્ધતિ અપનાવી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જુઓ અમારો વિશેષ અહેવાલ… “અનોખો પ્રચાર”

તાપી જિલ્લો એ મહત્તમ આદિવાસી બહુલતા ધરાવતો જિલ્લો છે, ત્યારે તાપી જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. જેમાં ઉમેદવારો દ્વારા એક અનોખા પ્રચારની પધ્ધતિ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ઉમેદવારો લક્ઝુરિયસ કારોમાં ચૂંટણી પ્રચાર કરતા હોય છે, ત્યારે વ્યારા નગરના ઉમેદવારો દ્વારા આદિવાસી પરંપરાગત વસ્ત્રો પહેરી પ્રચારમાં નીકળ્યા હતા.

આપ જોઈ શકો છો કે, ઉમેદવારો બળદગાડામાં બેસી મતદારો સુધી પહોચી તેઓને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક તરફ આદિવાસી સંસ્કૃતિના રીતિ રિવાજો લુપ્ત ન થાય અને લોકોમાં આદિવાસી સંસ્કૃતિ વિશે જાગૃતિ આવે તે હેતુથી ઉમેદવારોએ અનોખો પ્રચાર શરૂ કર્યો છે. તો બીજી તરફ સમગ્ર દેશમાં વધતા જતા ઇંધણના ભાવોને લઈ ઉમેદવારો બળદગાડામાં બેસી પ્રચાર કરતા ઇંધણ બચતની સાથે પર્યાવરણની પણ જાળવણી કરતાં જોવા મળ્યા હતા.

Tags:    

Similar News