ઓછા બજેટમાં દિવાળી પર બનાવો માલદિવ જવાનો પ્લાન, કપલ માટે બેસ્ટ છે આ પ્લેસ....

માલદીવ ફરવા માટે જેટલો સુંદર દેશ છે તેટલો જ મોંઘો પણ છે. અહીની સુંદરતા કોઇથી છુપાયેલી નથી. ખાસ કરીને માલદીવ કપલ માટે હનીમૂન ડેસ્ટિનેશન રહ્યું છે.

Update: 2023-10-22 10:07 GMT

માલદીવ ફરવા માટે જેટલો સુંદર દેશ છે તેટલો જ મોંઘો પણ છે. અહીની સુંદરતા કોઇથી છુપાયેલી નથી. ખાસ કરીને માલદીવ કપલ માટે હનીમૂન ડેસ્ટિનેશન રહ્યું છે. જો તમે પણ વધુ બજેટમાં કારણે માલદીવ જવાનું ટાળો છો તો આ સ્ટોરી જરૂરથી વાંચો.

બીચ માટે ફેમસ માલદીવમાં દુનિયાભરના લોકો ફરવા માટે આવે છે. માલદીવ મોંઘો દેશ છે. જેના લીધે મોટા ભાગના લોકો લખો રૂપિયા ખર્ચીને પણ માલદીવ જતાં હોય છે. પરંતુ જો તમે માલદીવમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો હવે તમારું સપનું સાકાર થઈ જશે.

માલદીવમાં ક્યાં ફરવા જવું

જો તમે ફાઇનલી માલદિવમાં જ ફરવા જઇ રહ્યા છો તો તમે ત્યાં કયા ફરવા જશો તે પણ તમારા માટે જાણવું જરૂરી છે. માલદીવમાં 105 આયલેન્ડ રિસોર્ટ છે. અહીં તમારા બજેટના આધારે તમે રિસોર્ટ બૂક કરાવી શકો છો. ત્યાં તમે માકુશી આઇલેન્ડમાં ફરવા જઇ શકો છો. અહીં તમને તમામ સુવિધાઓ અને રોમાંચક આનંદ મળશે. આ સાથે તમને સસ્તા રિસોર્ટ પણ મળશે.

માલદીવ કઈ સિઝનમાં જવું?

તમારા બજેટ ટ્રિપને યોગ્ય બનાવવા માટે તમે ઓક્ટોબરકે પછી નવેમ્બર મહિનામાં ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. આ દરમિયાન 13 થી 15 હજારની ફ્લાઇટ મળી જશે. તમે ઈચ્છો તો દિલ્હીથી માલદીવ સુધીની ફ્લાઇટ બૂક કરાવી શકો છો. અહીં તમને maafushi માં ફેરી મળશે જેનું ભાડું 70 થી 100 રૂપિયા જેટલું હોય છે.

કેટલા દિવસની ટ્રીપ કરશો?

માલદીવમાં તમે 4 દિવસ અને 3 રાતનો પ્લાન બનાવી શકો છો. અને હા એક બાબતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમે માલદીવ ફરવા માટે જવાના હોય ત્યારે ત્યાં પહોચવાનો વાર શુક્રવારના આવવો જોઈએ. કારણ કે શુક્રવારે માલદીવમાં રજા હોય છે.

શું છે ખાસિયત

માંકુશીમાં તમને 4000 થી લઈને 7000 રૂપિયા સુધીનો રૂમ મળી જશે. અહીં તમને ઍડવેન્ચર પણ મળશે. સાથે સાથે રેસ્ટોરન્ટ અને કાફે પણ મળી જશે. આ રેસ્ટોરન્ટમાં પ્રતિ વ્યકતીને જમવા માટે તમારે 500 થી 1000 રૂપિયા આપવા પડશે. 

Tags:    

Similar News