વડોદરા : યાકુતપુરામાં પરિવાર ઉપર ફાયરિંગ થતાં મહિલા ગંભીર, CCTVના આધારે પોલીસ તપાસ શરૂ

Update: 2020-09-08 12:02 GMT

વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આશિયાના બિલ્ડિંગમાં રહેતા પરિવાર ઉપર 2 જેટલા હુમલાખોરોએ ધડાધડ ફાયરિંગ કરતાં એક મહિલાને ગંભીર ઇજા પહોચી હતી. ફાયરિંગની ઘટનાના પગલે આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરાઇ છે.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલ સોડા ફેક્ટરીની સમગ્ર બનાવના પગલે પોલીસે પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, મિલકત બાબતે કૌટુંબિક ઝઘડા ચાલતા હતા. જેમાં ઘરની બહાર જાહેર ચેતવણીરૂપે નોટિસ બોર્ડમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે, આ મકાનના માલિક તથા કબજેદાર ભોગવટો કરનાર મોહમ્મદ નઇમ અબ્દુલ રહેમાન શેખ છે. આ મિલકત મકાનમાં કોઇપણ બીજી વ્યક્તિએ ગેરકાયદેસર પ્રવેશ કરવો કે કરાવવો નહીં, તેમ થશે તો કાયદેસરના ફોજદારી પગલા લેવામાં આવશે, ત્યારે મિલકત બાબતે ચાલતા કૌટુંબિક ઝઘડામાં ફાયરિંગ થયું હોવાનું અનુમાન સાથે પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી છે.

સમગ્ર બનાવના પગલે પોલીસે પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, મિલકત બાબતે કૌટુંબિક ઝઘડા ચાલતા હતા. જેમાં ઘરની બહાર જાહેર ચેતવણીરૂપે નોટિસ બોર્ડમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે, આ મકાનના માલિક તથા કબજેદાર ભોગવટો કરનાર મોહમ્મદ નઇમ અબ્દુલ રહેમાન શેખ છે. આ મિલકત મકાનમાં કોઇપણ બીજી વ્યક્તિએ ગેરકાયદેસર પ્રવેશ કરવો કે કરાવવો નહીં, તેમ થશે તો કાયદેસરના ફોજદારી પગલા લેવામાં આવશે, ત્યારે મિલકત બાબતે ચાલતા કૌટુંબિક ઝઘડામાં ફાયરિંગ થયું હોવાનું અનુમાન સાથે પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી છે.

Tags:    

Similar News