વડોદરા : મારા દિકરાને 3 નહિ પણ 47 હજાર સંતાનો છે, જુઓ કેમ મધુ શ્રીવાસ્તવ અકળાયાં

Update: 2021-02-08 09:39 GMT

વડોદરાના વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એક વખત મીડીયાકર્મીઓને ધમકી આપી વિવાદનો મધપુડો છંછેડયો છે.

વડોદરા મહાનગરપાલિકાની ચુંટણીમાં પુત્રને ટીકીટ નહિ મળતાં મધુ શ્રીવાસ્તવ નારાજ ચાલી રહયાં છે. દીપક શ્રીવાસ્તવની ભાજપે ટીકીટ કાપી નાંખતાં તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આજે સોમવારના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન દીપક શ્રીવાસ્તવનું ફોર્મ રદ થતાં મધુ શ્રીવાસ્તવે પિત્તો ગુમાવ્યો હતો. મીડીયાકર્મીઓએ સવાલ પુછવાની શરૂઆત કરતાંની સાથે મધુ શ્રીવાસ્તવ અકળાયાં હતાં અને મીડીયાકર્મીને માણસ પાસે ઠોકાવી દેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત દીપક શ્રીવાસ્તવને ત્રણ સંતાનો હોવાનું પુછતાં તેમણે જણાવ્યું હતું કે, તેમના પુત્રને આખા વોર્ડમાં 47 હજાર સંતાનો છે.. તમે પણ જુઓ મધુ શ્રીવાસ્તવનો વીડીયો.

Tags:    

Similar News