વડોદરા : રણોલી બ્રિજ પર રિક્ષા અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બાળકીનું ઘટના સ્થળે મોત, 3 લોકો ઘાયલ

ટ્રેક્ટર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી પુરપાટ ઝડપે આવતી રિક્ષા ટ્રેક્ટર સાથે ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો

Update: 2024-02-24 11:48 GMT

રણોલી હાઇવે બ્રિજ પર રિક્ષા અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત

ટ્રેક્ટર ચાલક અચાનક બ્રેક મારતા રિક્ષાને નડ્યો અકસ્માત

ગંભીર અકસ્માતમાં એક બાળકીનું થયું ઘટના સ્થળે મોત

3 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

અકસ્માત મામલે છાણી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાય

વડોદરાના રણોલી હાઇવે બ્રિજ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના કલોલ ખાતેથી મરણમાં જતાં પરિવારને વડોદરાના રણોલી હાઇવે બ્રિજ ઉપર અકસ્માત નડ્યો હતો.

જેમાં ટ્રેક્ટર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી પુરપાટ ઝડપે આવતી રિક્ષા ટ્રેક્ટર સાથે ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાની સાથે જ ટ્રેક્ટર ચાલક સ્થળ પરથી ટ્રેક્ટર લઈને ભાગી છૂટ્યો હતો. આ અકસ્માતમાં એક બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે 3 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થતા સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવની જાણ થતાં જ છાણી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags:    

Similar News