હરણી તળાવ ખાતે સામાજીક કાર્યકર્તાઓએ મુંડન કરાવી બાળકોને શ્રદ્ધાંજલિ આપી

હરણી તળાવમાં થયેલી અતિ કરુણ બોટ દુર્ઘટનાએ 12 માસૂમ બાળકોનો તેમજ 2 શિક્ષિકોનો ભોગ લીધો હતો

Update: 2024-01-29 15:30 GMT

વડોદરાના હરણી તળાવમાં થયેલી અતિ કરુણ બોટ દુર્ઘટનાએ 12 માસૂમ બાળકોનો તેમજ 2 શિક્ષિકોનો ભોગ લીધો હતો. 29મી જાન્યુઆરીના રોજ આ વાતને 12 દિવસ થઈ ગયા છે, ત્યારે ઘટનાસ્થળે સામાજિક કાર્યકર્તા દ્વારા મુંડન કરાવીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી, જેમાં બાળકોના માતા-પિતા તેમજ સંબંધિ હાજર રહ્યા હતા. 29મી જાન્યુઆરીના રોજ હરણી તળાવની દુર્ઘટનાના 12 દિવસ પૂર્ણ થતા, બારમાની વિધિ પણ હરણી તળાવ ખાતે કરવામાં આવી.

સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું કે, 18 જાન્યુઆરીમાં રોજ દુર્ઘટના ઘટી હતી અને આખા શહેરમાં માતમ છવાઈ ગયો હતો. એના 29મી જાન્યુઆરીના રોજ 12 દિવસ પૂર્ણ થયા, તેથી આ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવતા તેમના બારમાની વિધિ હરણી તળાવના કિનારે જ કરી રહ્યા છે. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા મુંડન કરાવ્યું હતું અને તેમના પરિવારજનોને શક્તિ મળે તે માટેની પ્રાર્થના કરવામાં આવી હતી.

Tags:    

Similar News