હરણી દુર્ઘટના : રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સ્વીકાર્યું કે, 40માંથી 21 લેકમાં સેફ્ટીના સાધનો નહીં..!

વડોદરા શહેર માટે કલંકરૂપ હરણી-મોટનાથ હોડી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મોત નીપજ્યા હતા.

Update: 2024-02-21 12:21 GMT

વડોદરા શહેર માટે કલંકરૂપ હરણી-મોટનાથ હોડી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મોત નીપજ્યા હતા. જોકે, આ મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સ્વીકાર્યું હતું કે, 40માંથી 21 લેકમાં સલામતીના કોઈ સાધનો જ નહોતા, અને ત્યાં બધું રામભરોસે જ ચાલતું હતું.

વડોદરામાં હરણી-મોટનાથ હોડી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકનાં મોત થયાં હતાં. 14 લોકોનો ભોગ લેનાર આ બનાવે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી મૂક્યો હતો. આ ઘટના પાછળ જવાબદાર તમામ આરોપીઓની પોલીસે એક પછી એક ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ, દુર્ઘટનાને લઈને હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ થઈ હતી, જેની સુનાવણી હાથ ધરાઇ છે. હરણી બોટ દુર્ઘટના મામલે હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો ઉપર સુનાવણીમાં સરકારે એફિડેવિટ ફાઈલ કરી હતી. આ એફિડેવિટમાં સરકારે સ્વીકાર્યું હતું કે, શહેરના 40માંથી 21 લેકમાં સલામતીના કોઈ સાધનો જ નહોતા. એટલું જ નહીં, જે લેકમાં સલામતી સાઘનો ન હોવાથી ત્યાં બોટિંગ બંધ કરાયું છે, જ્યારે 19 લેકમાં બોટિંગ ચાલી રહ્યું છે. આ સાથે જ નળ સરોવરમાં લાઈફ જેકેટ પહેરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. તો આ તરફ, વડોદરા હરણી દુર્ઘટના બાદ રાજ્યમાં તમામ ઈન લેન્ડ વોટર બોડીઝમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ બંધ કરવામાં આવ્યા છે. જે જગ્યાએ સેફ્ટીના સાધનો હતા, ત્યાં જ મંજૂરી અપાઈ છે, અને જ્યાં નિયમોનું પાલન નહોતું થતું તેવી રાજ્યમાં 21 જગ્યાએ બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ બંધ કરવામાં આવ્યું છે.

Tags:    

Similar News