સુરત: કોર્ટ પરિષર બહાર હત્યાના આરોપીની જાહેરમાં હત્યા, ચોંકાવનારા CCTV ફૂટેજ બહાર આવ્યા

સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ધોળે દિવસે હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે.

Update: 2023-05-05 12:42 GMT

સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ધોળે દિવસે હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. કોર્ટ પરિસરથી માત્ર 100 મીટરના અંતરે એક યુવકની અજાણ્યા બે શખસ હત્યા કરી નાસી છૂટ્યા હતા.

સુરતના સચિન વિસ્તારમાં રહેતો સુરજ યાદવ આજે કોર્ટમાં તારીખ માટે આવ્યો હતો. ત્યારે સુરજ યાદવની કોર્ટ પરિસરના 100 મીટરના અંતરમાં જ જાહેરમાં છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. અજાણ્યા બે યુવક દ્વારા હુમલો કરાતા કોર્ટની બહાર જ સૂરજ યાદવ લોહીલૂહાણ થઈ ગયો હતો. હુમલો કરી બે શખસ ફરાર થઈ ગયા હતા. બાદમાં ગંભીર રીતે ઘાયલ સૂરજને સ્થાનિક લોકો દ્વારા 108 બોલાવી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટના અંગે જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. કોર્ટ પરિસરની બહાર બે અજાણ્યા યુવકો મોપેડ પર આવીને તીક્ષ્ણ હથિયાર વડે સૂરજ યાદવ નામના યુવક પર હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. હાલ તો પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી હુમલો કરનાર બંને શખસની શોધખોળ હાથ ધરી છે.

Tags:    

Similar News