વ્યક્તિગત મકાન સહાય યોજના અંતર્ગત વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘર વિહોણાઓનું સપનું થયું સાકાર...

ઘરનું ઘર એ દરેક માણસનું સપનું હોય છે. પણ દરેક માણસ આ સપનું પૂરુ કરવાની સ્થિતિમાં હોતો નથી,

Update: 2023-03-10 05:51 GMT

ઘરનું ઘર એ દરેક માણસનું સપનું હોય છે. પણ દરેક માણસ આ સપનું પૂરુ કરવાની સ્થિતિમાં હોતો નથી, ત્યારે ગુજરાત સરકાર અને ભારત સરકારની અનેક યોજનાઓ થકી વડોદરા જિલ્લાના સણિયાદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ઘરવિહોણા લોકોનું ઘરના ઘરનું સપનું સાકાર થઈ રહ્યું છે.

Full View

આ છે વડોદરા જિલ્લાનું સણિયાદ ગામ કે, જ્યાં રહેતા 9 પરિવારોને પોતાના ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. પહેલાં કાચી માટીના ઝુંપડામાં રહેતા હતા અને ચોમાસામાં અનેક પરેશાનીઓનો સામનો કરવો હતો, પણ હવે પાકું મકાન બનતા હાશકારો અનુભવી રહ્યા છે. લાભાર્થી જણાવ્યુ હતું કે, અમારી ઝુંપડીમાં પાણી પડતું હતું. તાડપત્રી બાંધીને રહેતા હતા, ત્યાં ગટરલાઈનનું પાણી પણ હતું. અત્યારે સારામાં સારું છે કે તકલીફ તો દુર થઈ છે. તાપ હતો તેની જગ્યાએ છાંયડો થઈ ગયો છે, અને અમને વ્યક્તિગત મકાન સહાય યોજના અંતર્ગત આ મકાન મળ્યું છે, તે બદલ અમે સરકારનો આભાર માનીએ છે.

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગ્રામિણ વિસ્તારોમાં કાચા મકાનમાં કે, ઘર વિહોણા વસતા લોકોને પોતાનું પાકું મકાન બને તે માટે વ્યક્તિગત મકાન સહાય અંતર્ગત લાભાર્થીને રૂ. 1 લાખ 20 હજારની સહાય આપવામાં આવ છે. હવે પોતાનું પાકું મકાન બનતાં લાભાર્થીઓ કહી રહ્યા છે કે, તાપ હતો તેની જગ્યાએ છાંયડો છે. વડોદરા જિલ્લાના સણિયાદ ગામ સહિત રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં અનેક ઘરવિહોણા લોકો રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ થકી આવાસ મેળવી રહ્યા છે.

Tags:    

Similar News