વડોદરા : રામજીની શોભાયાત્રા પર પથ્થરમારામાં 10 લોકોને ઈજા, ભોજ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભોજ ગામમાં નીકળેલી રામજીની શોભાયાત્રા નીકળતા જ પથ્થરમારો થયો હતો.

Update: 2024-01-22 12:32 GMT

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભોજ ગામમાં નીકળેલી રામજીની શોભાયાત્રા નીકળતા જ પથ્થરમારો થયો હતો. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે હાલ સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઇને સમગ્ર દેશ રામ ભક્તિમય બન્યો છે, ત્યારે આ વચ્ચે વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, વડોદરાના પાદરાના ભોજ ગામે કોમી છમકલાની ઘટના સામે આવી છે. ભોજ ગામે રામજીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે આ પથ્થરમારાની ઘટનામાં 10 લોકોને નાની મોટી ઇજા પહોચી છે. 2 જુથ વચ્ચે વિવાદ સર્જાયા બાદ પથ્થરમારો થયો હતો. જેમાં સામસામે આવેલાં ટોળાઓએ ગામમાં ભારે ઉત્પાત મચાવ્યો હતો. બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘટનાના પગલે સમગ્ર ભોજ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. પથ્થરમારા બાદ ભોજ ગામમાં પરિસ્થિતિ તંગ બનતા પોલીસ દ્વારા બંને જૂથને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ, અસામાજિક તત્વોના કારણે ભોજ ગામમાં કોમી છમકલું સર્જાયું હોવાનું ચર્ચાય રહ્યું છે.

Tags:    

Similar News