વડોદરા : એક જ દિવસમાં 21 પેટન્ટ કરાવી ફાઇલ, કાયદા શાખાના છાત્રની સિધ્ધિ

આણંદની લો કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ એક જ દિવસમાં 21 પેટન્ટ ફાઇલ કરાવી ઇન્ડીયા બુક ઓફ રેકોડર્સમાં સ્થાન મેળવ્યું છે

Update: 2022-01-23 08:20 GMT

વડોદરાના રહેવાસી અને આણંદની લો કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ એક જ દિવસમાં 21 પેટન્ટ ફાઇલ કરાવી ઇન્ડીયા બુક ઓફ રેકોડર્સમાં સ્થાન મેળવ્યું છે....

વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતો મૌલેશ પરીખ હાલ આણંદ ખાતે આવેલ લો કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે. અભ્યાસની સાથે સાથે તેની આવડતનો ઉપયોગ કરી એન્જિનિયરિંગ અને મિકેનિકલ સહિતની વિવિધ પેટન્ટ બનાવી હતી. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં એક જ દિવસમાં એ 12 પેટન્ટ ફાઇલ થઇ હોવાનો રેકોર્ડ છે ત્યારે મૌલેશે એક જ દિવસમાં 21 પેટન્ટ ફાઇલ કરી અગાઉનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 21 પેટન્ટ ફાઇલ કરવા બદલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા સર્ટીફીકેટ આઈ કાર્ડ ઉપરાંત ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યો છે.

મૌલેશે બનાવેલા રેકોર્ડ બદલ તેનો પરિવાર પણ ગૌરવની લાગણી અનુભવી રહયો છે. સરકાર સ્ટાર્ટઅપ પર ભાર મુકી રહી છે ત્યારે આગામી દિવસોમાં સરકારની મદદથી કઇ નવું કરવાનું લક્ષ્ય મૌલેશે રાખ્યું છે. તેના આ કાર્ય માટે તેની માતાએ પણ તેને આર્શીવાદ આપ્યાં છે

Tags:    

Similar News