વડોદરા : કરજણ નજીક ટ્રક-કન્ટેનર વચ્ચે સર્જાયો અકસ્માત, કન્ટેનર ચાલક-ક્લીનર કેબિનમાં ફસાતાં કરાયા રેસક્યું..!

કરજણ નજીક ટ્રક અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કન્ટેનર ચાલક અને ક્લીનર કેબિનમાં ફસાય જતાં દોડધામ મચી હતી.

Update: 2023-01-24 10:53 GMT

વડોદરા જિલ્લાના કરજણ નજીક ટ્રક અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કન્ટેનર ચાલક અને ક્લીનર કેબિનમાં ફસાય જતાં દોડધામ મચી હતી.

વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલા કરજણ નજીક ટ્રક અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે હાઇવે પર અફરાતફરી મચી જવા પામી હતી. સુરત તરફ જઈ રહેલ ટ્રક પાછળ અચાનક કન્ટેનર ઘૂસી જતા અક્સ્માત સર્જાયો હતો. કહેવાય રહ્યું છે કે, આગળ ચાલતા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ ચાલતું કન્ટેનર ટ્રક સાથે ધડાકાભેર અથડાયું હતું. જેમાં કન્ટેનરનો ચાલક અને ક્લીનર બન્ને લોકો કેબિનમાં ફસાયા હતા. અકસ્માતની જાણ થતા NHAIના કર્મીઓ ક્રેન સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં ભારે જહેમત બાદ ચાલક તથા ક્લીનરને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાતા પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.

Tags:    

Similar News