વડોદરા: સંસ્કારી નગરીને શર્મશાર કરતી ઘટના,મહિલાએ નશામાં ચૂર થઇ પોલીસ કર્મીને થપ્પડ માર્યો

સંસ્કારી નગરીને શર્મશાર કરતી ઘટના જોવા મળી હતી જેમાં મહિલાએ નશામાં ચકચૂર થઈ પોલિસેકર્મીને થપ્પડ ઝીંકી દીધો હતો

Update: 2023-08-27 09:34 GMT

સંસ્કારી નગરીને શર્મશાર કરતી ઘટના જોવા મળી હતી જેમાં મહિલાએ નશામાં ચકચૂર થઈ પોલિસેકર્મીને થપ્પડ ઝીંકી દીધો હતો જેના કારણે ચકચાર મચી જવા પામી છે

વડોદરા શહેરના વાસણા રોડ પર નશામાં ચૂર મહિલા કાર ચાલકે અન્ય કાર ચાલકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને નશામાં ચૂર મહિલા કારચાલકે પોલીસ સાથે અપશબ્દોનો મારો ચલાવી પોલીસ જમાદારને થપ્પડ મારી દેતા હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.કાર ચાલક મહિલા સાથે વાત કરવા જતાં મહિલાએ પોલીસકર્મીને થપ્પડ ઝીંકી દીધો હતો. મહિલા મોના હિંગુએ પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરી પોલીસ કર્મીઓ પર અપશબ્દોનો મારો ચલાવી પોલીસ જમાદારને થપ્પડ મારી કહી રહી છે કે એક મહિલા માટે આટલા બધા પુરુષોની જરૂર પડે છે. જોકે પોલીસ જમાદારને થપ્પડ મારી દીધા બાદ મહિલાની નજીક જવાની કોઈ પોલીસ કર્મચારી હિંમત કરી નથી શકતો અને મહિલાને જોઈ પીછેહટ કરતા નજરે પડે છે

Tags:    

Similar News