વડોદરા : જાનૈયાઓના જીવ તાળવે ચોંટ્યા, પિક અપ ટેમ્પાનો પાછળનો ભાગ છૂટો પડતાં 20 લોકોને ઇજા, જુઓ CCTV

પીકઅપ ટેમ્પો પોર જીઆઈડીસી પાસે ટેમ્પોચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટેમ્પોના પાછળનો ભાગ છૂટો પડી જતાં પલટી

Update: 2022-05-28 04:20 GMT

Full View

વડોદરા નજીક પોર ગામેથી જાનૈયાઓને લઈને રમણ ગામડી જઈ રહેલો પીકઅપ ટેમ્પો પોર જીઆઈડીસી પાસે ટેમ્પોચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટેમ્પોના પાછળનો ભાગ છૂટો પડી જતાં પલટી ખાઈ જતાં સવાર જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા હતા જેમાં ૨૦ જાનૈયાઓને નાની મોટી ઈજાઓ થતાં તેઓને સારવાર માટે પોર ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા . જેમાં ચાર જાનૈયાઓને વધુ સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા .

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શહેર નજીક આવેલ પોર ગામે રહેતા યુવકના લગ્ન રમણ ગામડી ગામે રહેતી યુવતી સાથે નક્કી થયા હતા . આજે આ યુવક - યુવતીના લગ્ન પ્રસંગ હોવાથી યુવકના ગામ પોરથી આજે બપોરના સમયે જાનૈયાઓ ઉત્સાહ - આનંદ સાથે જાનમાં જોડાયાં હતાં અને ટેમ્પોમાં બેસીને જાનૈયાઓ રમણ ગામડી તરફ જવા માટે નીકળ્યા હતા . ટેમ્પોચાલકની બેદરકારીના કારણે જાનૈયાઓ લગ્ન મંડપ સુધી પહોંચે એ પહેલાં જ પોર જીઆઈડીસી પાસે ટેમ્પોચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટેમ્પોનો પાછળ ભાગ કેબિનથી છૂટો પડી જતાં પલટી ખાઈ ગયો હતો . આ બનાવમાં જાનૈયાઓ ટેમ્પોના પાછળના ભાગ સાથે રોડ પર પટકાયા હતા જેમાં ૨૦ જેટલા જાનૈયાઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી . આ બનાવ બનતાં રાહદારીઓ અને અન્ય વાહનચાલકો ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા । અને તમામને સારવાર માટે પોર ખાતેના સીએચસીમાં લઈ જવામાં આવ્યા હતા , જે પૈકી ચાર જેટલા જાનૈયાઓને વધુ સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા .

Tags:    

Similar News