વડોદરા : ચાપડ ગામે ખેતરમાં શિકાર આરોગી બેસેલા અજગરને રેસક્યું કરાયો, ગ્રામજનોમાં ફફડાટ...

ચાપડ ગામના ખેતરમાં અજગર દેખા દેતા દોડધામ, વન વિભાગ - વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દોડી આવ્યું.

Update: 2023-07-10 11:59 GMT

વડોદરા જિલ્લાના ચાપડ ગામના ખેતરમાં 6 ફૂટની લંબાઈ ધરાવતો અને શિકાર આરોગી બેસેલો અજગર દેખા દેતા લોકોમાં દોડધામ મચી હતી. બનાવના પગલે વડોદરા વન વિભાગ સહિત વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

હાલ ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે હવે સરિસૃપો પણ બહાર દેખાવાની ઘટના પ્રકાશમાં આવતી રહે છે. તેવામાં વડોદરા જિલ્લાના ચાપડ ગામે શેરડીના ખેતરમાં શિકાર આરોગી બેસેલો અજગર જોવા મળ્યો હતો.

અજગર દેખા દેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બનાવના પગલે ગ્રામજનોએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને જાણ કરી હતી, ત્યારે કોલ મળતાની સાથે જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર કિરણ શર્મા તેમજ વડોદરા વન વિભાગના અધિકારીઓ ચાપડ ગામે દોડી આવ્યા હતા, જ્યાં પહોંચીને જોતા અંદાજે 6 ફૂટની લંબાઈ ધરાવતો અજગર જોવા મળ્યો હતો.

આ અજગરને અડધો કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. જોકે, શિકાર આરોગી બેસેલ અજગરના મોઢામાંથી મૃત હાલતમાં સસલું નીકળતા હાજર લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તો બીજી તરફ, વડોદરા વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ અજગરને રેસ્ક્યુ સેન્ટર પર ખાતે જવામાં આવ્યો હતો.

Tags:    

Similar News