વડોદરા : સાવલી ડ્રગ્સ કેસ મુદ્દે ડ્રગ્સ માફિયાઓનું આતંકી સંગઠન સાથે કનેક્શન..!, રાજ્યભરમાં ATSનું સર્ચ ઓપરેશન

Update: 2022-08-27 05:36 GMT

ગુજરાત એટીએસ દ્વારા વડોદરાના સાવલી તાલુકામાં મોકસી ગામમાં આવેલી નેક્ટર કેમ નામની કેમિકલ ફેક્ટરીમાંથી 1125 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. જે મામલે ડ્રગ્સ માફિયાઓ 4200 લીટર મેફેડ્રોન તૈયાર કર્યાની કબૂલાત કરી છે. આ મામલે ATSએ કંપનીના માલિક સહિત 6 લોકોની ધરપકડ કરી હતી.

સાવલી તાલુકાના મોક્સી ગામની નેકટર કેમ કંપનીમાંથી ડ્રગ્સ મસમોટો જથ્થો ઝડપાયો હતો. આ મામલે ATSએ તમામ 6 આરોપીઓના રિમાન્ડ પૂરા થતા તેઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે આરોપીના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓનું ડ્રગ્સ માફિયા કે, આતંકવાદી સંગઠનો સાથે કનેક્શન છે કે, નહીં તે અંગે તપાસ હાથ ધરાશે. આરોપીને વધુ 4 દિવસના રિમાન્ડ અપાતા આરોપીની વધુ 4 દિવસ પૂછપરછ કરાશે. આ મામલે રાજ્યમાં પોલીસ અને સુરક્ષા એજન્સીના સતર્કતાના દાવા વચ્ચે પણ તાજેતરમાં વડોદરામાં 225 કિલો MD ડ્રગ્સ ઝડપાતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. ત્યારબાદ આ મામલે પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ છે, અને આ ડ્રગ્સ કાંડને લઈને એક એક કડી જોડી પોલીસ તપાસમાં ઉતરી છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં ATSની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ATSની ટીમો દ્વારા મોરબી, વડોદરા, ભરૂચ અને સુરત બાદ હવે રાજકોટમાં તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News