વડોદરા : રૂ. 1.88 કરોડના ખર્ચે મનપા દ્વારા "સાયકલ ટ્રેક" શરૂ, લોકોએ નિયમોનું પાલન કરવું જરૂરી..!

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં રૂ. 1.88 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સાયકલ ટ્રેકને આજે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

Update: 2023-04-26 10:46 GMT

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં રૂ. 1.88 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સાયકલ ટ્રેકને આજે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. "બાઈસીકલ ઓન્લી"ના સાઈનેજિસ મૂકી રોડ ઉપર લાલ પટ્ટા દોરી અલગ સાયકલ ટ્રેક દર્શાવતા હિસ્સામાં વાહનોના પાર્કિંગ અને દબાણો છે, ત્યારે આ સાયકલ ટ્રેક કેટલો ઉપયોગી બનશે તે સવાલ છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં રૂ. 1.88 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સાયકલ ટ્રેકને આજે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે, આ સાયકલ ટ્રેક પર લોકો વાહન પાર્ક ન કરે અને દબાણ ન થાય તે માટે મનપા તંત્ર અને ટ્રાફિક પોલીસ કાયમી વ્યવસ્થા ગોઠવી શકશે કે, કેમ તે પણ મોટો પ્રશ્ન છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના કહેવા અનુસાર, શહેરના ચારેય ઝોનમાં કોર્પોરેશન આવો સાયકલ ટ્રેક બનાવવા માંગે છે. નાના મોટા મુદ્દાને બાદ કરતા તે ઉપયોગી બની રહેશે. પબ્લિકની આ જાહેર મિલકત છે, લોકોના વપરાશ હેતુ માટે આ સાયકલ ટ્રેક બનાવાયો છે, અને તેનો હેતુ જળવાઈ રહે તે માટે લોકોએ પણ અનુશાસનમાં રહેવું પડશે. સાયકલ ટ્રેક પર પાર્કિંગ કરીને અથવા બીજા દબાણ ન થાય તે જોવાની ફરજ લોકોની પણ છે. સાયકલ ટ્રેક પર માત્ર સાયકલ ચલાવવા જ લોકોએ પ્રાધાન્ય આપવું પડશે. કોર્પોરેશન દ્વારા સાયકલ ટ્રેકના કામનું ખાતમુહૂર્ત 2 વર્ષ અગાઉ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના આજવા અને વાઘોડિયા ને જોડતા ટ્રેક ઉપર ત્રિકોણ આકારમાં સાયકલ ટ્રેક આશરે 4 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. 36 મીટરની પહોળાઈ ધરાવતા રોડ પર એક બાજુના ભાગે જ્યાં કાચો રસ્તો હતો, ત્યાં આ સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. જેના પર માત્ર સાઇકલ ચલાવી શકાશે. એ સિવાય બીજા કોઈ વાહનોને ચલાવવાની છૂટ નહીં મળે તેવું કોર્પોરેશન હાલ વિચારી રહ્યું છે.

Tags:    

Similar News