અ"સલામત ગુજરાત, વડોદરાના દેથાણમાં ગેંગરેપ બાદ મહિલાની નિર્મમ હત્યા

Update: 2021-08-18 11:42 GMT

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ ગામમાં ખેતરમાંથી મહિલાનો મૃતદેહ મળવાના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. રેલવે ટ્રેકની બાજુમાં રહેતાં અને મજુરીકામ કરતાં છ પરપ્રાંતિય શ્રમિકોએ મહિલા સાથે સામુહિક દુષ્કર્મ કરી તેની હત્યા કરી નાંખી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે તમામ છ આરોપીઓને ઝડપી પાડયાં છે.

વડોદરા જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઇએ આ બનાવની માહિતી આપતા જણાવ્યું હતું કે, પાદરા તાલુકાની પરિણીતાને પતિ સાથે અણબનાવ બનતા 17 વર્ષથી પોતાના બે સંતાનો સાથે રહેતી હતી અને ખેતમજૂરી કરીને પોતાનું તથા પોતાના સંતાનોનું ગુજરાન ચલાવતી હતી. 16 ઓગષ્ટની સાંજે રાબેતા મુજબ તે ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગઇ હતી. બાદમાં તેનો મૃતદેહ પરિવારજનોને ખેતરમાંથી મળી આવ્યો હતો.

ઘાસ કાપવા ગયેલી મહિલામોડી રાત સુધી મહિલા ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. મહિલા પાસેના મોબાઇલ ફોનની રીંગ મારતા-મારતા શોધખોળમાં નીકળેલા પરિવારને એકાએક ખેતરમાં રીંગ સંભળાતા પરિવાર સ્થળ પર પહોંચ્યું હતું. જ્યાં મહિલાની મોતને ઘાટ ઉતારાયેલી હાલતમાં જોતા અને મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાનું ધ્યાનમાં આવતા ચોંકી ઉઠ્યા હતાં.

આરોપીઓના સગડ મેળવવા માટે પોલીસે સ્નીફર ડોગ જાવાની મદદ લીધી હતી. જાવાને મૃતદેહ પાસેથી મળેલી પાણીની બોટલ તથા મહિલાનો દુપટ્ટો સુંઘાડવામાં આવ્યો હતો. જાવા ઘટના સ્થળથી 500થી 700 મીટર દૂર આવેલી વસાહત પાસે જઇ અટકી ગયો હતો અને એક વ્યક્તિ ઉપર શંકા સેવી ભસવા લાગતા પોલીસે તેની અટકાયત કરીને ઘનિષ્ઠ પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે બિહારનો રહેવાસી અને નામ લાલ બહાદૂર ગીરજારામ હોવાનું જણાવ્યું હતું.

પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેણે મહિલા સાથે અન્ય પાંચ સાગરીતોએ દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની કબુલાત કરી હતી. પોલીસે તમામ છ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલાં આરોપીઓ પૈકી પાંચ ઉત્તરપ્રદેશના અને એક ઝારખંડનો રહેવાસી છે. ગુનાનો ભેદ ઉકેલવામાં વડોદરા ગ્રામ્ય એસપી સુધીર દેસાઇ, એલસીબી પીઆઇ ડી.બી.વાળા, કરજણ પીઆઇ એમ.એ.પટેલ તથા તેમની ટીમે તલસ્પર્શી તપાસ કરી હતી. 

Tags:    

Similar News