વડોદરા: મકરપુરામાં ઓટોમોબાઇલના શો રૂમમાં આગ, શ્રમિકોનો આબાદ બચાવ

કટારીયા ઓટોમોબાઇલ્સમાં મારુતિ કારનો શો રૂમ આવેલો છે.

Update: 2024-04-16 06:35 GMT

વડોદરાના મકરપુરા વિસ્તારમાં કટારીયા ઓટોમોબાઇલ્સમાં વહેલી સવારે આગ લાગી હતી. કટારીયા ઓટોમોબાઇલ્સમાં મારુતિ કારનો શો રૂમ આવેલો છે. શોરૂમના પહેલા અને ત્રીજા માટે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ કરવામાં આવતા જીઆઈડીસી ફાયર સ્ટેશન સહિત નજીકના ફાયર સ્ટેશનથી ફાયર ફાયટરો બોલાવાયા હતા.

ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથધર્યો હતો. આગમાં પ્રથમ માળે કોમ્પ્યુટર અને ફર્નિચરનો સામાન આગમાં લપેટાયો હતો. આગની ઘટનામાં મોટું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ છે. સદનસીબે કોઈ જાનહાનિ નહિ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

Tags:    

Similar News