વડોદરામાં સુરત જેવી ઘટના ઘટતા માંડ અટકી,પૂર્વ પતિએ યુવતીના ગળાના ભાગે હથિયાર વડે કર્યો હુમલો

સમગ્ર રાજ્યને હચમચાવી મુકનાર સુરતમાં બનેલી ઘટના જેવી ઘટના આજે વડોદરામાં બનતા રહી ગઈ હતી.

Update: 2022-02-17 12:05 GMT

સમગ્ર રાજ્યને હચમચાવી મુકનાર સુરતમાં બનેલી ઘટના જેવી ઘટના આજે વડોદરામાં બનતા રહી ગઈ હતી. આ ઘટનામાં દસ વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા બાદ પાંચ માસ પહેલા છૂટાછેડા લેનાર પૂર્વ પત્નીના ઘરે ધસી જઇ પૂર્વ પતિએ તિક્ષ્ણ હથિયારથી ગળામાં હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા સનસનાટી મચી ગઇ છે. ઇજાગ્રસ્ત યુવતીને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી હતી

વડોદરા શહેરના ખોડિયાર નગરમાં રહેતા ગણપત મંગળસિંહ ખાટ અને ખોડીયાર નગર વિસ્તારમાં રહેતી યુવતીએ દસ વર્ષ પહેલા પ્રેમલગ્ન કરી સાંસારિક જીવનની શરૂઆત કરી હતી. પરંતુ દસ વર્ષના લગ્નજીવનમાં બંને વચ્ચે અવાર નવાર ખટરાગ થતો હતો. આથી બંને પાંચ માસ પહેલા છુટાછેડા લઇને અલગ-અલગ જિંદગી જીવવાની શરૂઆત કરી હતી. જોકે છૂટાછેડા લેનાર યુવતી શાંતિથી પોતાનું જીવન ગુજારે તે પૂર્વ પતિ ગણપત ખાટને પસંદ ન હતું. આથી તે અવાર-નવાર તેને હેરાન કરતો હતો અને તેને મારી નાખવાની ધમકી પણ આપતો હતો. દરમિયાન બપોરે પૂર્વ પતિ ગણપત ખાટ પૂર્વ પત્નીના ઘરે ધસી ગયો હતો અને તીક્ષ્ણ હથિયારથી તેના ગળામાં જીવલેણ ઘા કરી ફરાર થઈ ગયો હતો.

પરિવારજનો ઇજાગ્રસ્ત યુવતીને ખાનગી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. અને આ અંગેની જાણ બાપોદ પોલીસ મથકને કરતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને હુમલાખોર ગણપત ખાટની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે પૂર્વ પત્ની પર હમલો કરનાર ગણપત ખાટે પણ પોતાના હાથમાં બ્લેડ મારીને આપઘાત કરવાનું નાટક કર્યું હતું. જોકે પોલીસે ગણપત ખાટે કરેલા કૃત્યને નજર અંદાજ કરી તેની સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી.

Tags:    

Similar News