વડોદરા : ઓક્સિજન લેવલ ઘટી જતાં અમરનાથમાં શ્રદ્ધાળુનું ઘોડા પરથી નીચે પટકાતાં મોત, અંતિમયાત્રામાં જોડાયું આખું ગામ....

Update: 2023-07-10 08:57 GMT

અમરનાથમાં વરસાદ અને બરફના વિઘ્ન વચ્ચે ઓક્સિજન લેવલ ઘટી ગયા બાદ ઘોડા પરથી પડી જતાં વડોદરાના 58 વર્ષીય રાજેન્દ્ર ભાટિયાનું મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને ગત રાત્રે કાર્ગો પ્લેનમાં શ્રીનગરથી વાયા મુંબઇથી અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે મૃતદેહ વડોદરાના વેમાલી ગામમાં લાવવામાં આવ્યો હતો.

રાજેન્દ્રભાઈની અંતિમયાત્રામાં સ્વયંભૂ આખું ગામ જોડાયું હતું. અકાળે અવસાન થતાં આખું ગામ શોકમગ્ન બની ગયું છે. અમરનાથ યાત્રામાં વડોદરાથી ગયેલા અનેક લોકો અટવાઈ ગયા છે, જેમાં વડોદરાના છેવાડે આવેલા વેમાલી ગામના 58 વર્ષીય રાજેન્દ્ર ભાટિયાનું મોત થયું છે. રાજેન્દ્ર ભાટિયાનું અવસાન થતાં તેમનો મૃતદેહ કાર્ગો પ્લેન દ્વારા વડોદરા લાવવામાં આવ્યો હતો. જોકે અમરનાથ યાત્રામાં પરિવારના મોભીએ જીવ ગુમાવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. રાજેન્દ્રભાઈની અંતિમયાત્રામાં પરિવારજનોના આક્રંદથી ગામમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.

Tags:    

Similar News