વડોદરા: ITM વોકેશનલ યુનિવર્સિટીમાં 12મી ઓક્ટોબરના રોજ મેગા જોબ ફેર-2021નું આયોજન

Update: 2021-10-12 06:32 GMT

વડોદરાના આજવા નિમેટા રોડના રવાલ ગામ પાસે આવેલી ITM વોકેશનલ યુનિવર્સિટી એ ITM ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સનો ભાગ છે. ITM ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ દેશભરમાં તેના કેમ્પસમાં વિદ્યાર્થીઓની સમૃદ્ધ અને ગતિશીલ સંખ્યા ધરાવે છે જે યોગ્ય અભ્યાસ દ્વારા વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહન આપતું એક અનન્ય સમુદાય વાતાવરણ બનાવે છે.ITM વોકેશનલ યુનિવર્સિટી વ્યાવસાયિક શિક્ષણના પોતાના ઊંચા માપદંડ ને સર કરવા માટે સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે જ ITM વોકેશનલ યુનિવર્સિટી ખાતે 12મી ઓક્ટોબર 2021 ના રોજ રોજગાર વિનિમય નિયામક - વડોદરાના સહયોગથી મેગા જોબ ફેર 2021 નું આયોજન કર્યું છે.

આ ઇવેન્ટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ઇવેન્ટમાં ભાગ લેતી 60 થી વધુ કંપનીઓમાંથી નોકરીની ઓફર મેળવવામાં મદદ કરવા અમારા ભૂતપૂર્વ માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શરૂ કરાયેલ "અનુબંધમ" વેબ એપ્લિકેશનને પ્રોત્સાહન આપવા માટે નો છે.ITI, DIPLOMA, DEGREE ENGINEERING, SCIENCES, MANAGEMENT માંથી નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 1300 થી વધુ છે. MRF ટાયર્સ, સીએટ ટાયર્સ, ક્રિષ્ના મારુતિ સુઝુકી, એમજી મોટર્સ, શેરખાન, જીએલપીએલ જેવી કંપનીઓ 1000 થી વધુ ઉમેદવારોની જગ્યાઓ અને તેમને જોબ માટે પસંદ કરવા ભાગ લઈ રહી છે.

Tags:    

Similar News