વડોદરા : ત્રીપલ બાઈક અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત, અન્ય 2 વ્યક્તિઓને ઇજા

એરપોર્ટ રોડ પર બાઈક અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત અન્ય 2 વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા

Update: 2022-08-21 08:30 GMT

વડોદરા શહેરના એરપોર્ટ રોડ ઉપર ત્રીપલ બાઈક અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 વ્યક્તિઓને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના વુડા સર્કલથી એરપોર્ટ જવાના મુખ્ય માર્ગ પર ગત રાત્રીના સમયે ત્રણ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળાં ભેગા થયા હતા. આ ત્રીપલ બાઈક અકસ્માત એટલો ભયંકર હતો કે, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 વ્યક્તિઓને ગંભીર ઇજાના પગલે તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Tags:    

Similar News