વડોદરા પેપર લીક મામલો ,વધુ બે આરોપીની કલકતાથી ધરપકડ

ગુજરાત પંચાયત પસંદગી મંડળ નું જુનિયર ક્લાર્ક નું પેપર લીક થયા બાદ એટીએસ દ્વારા અલગ અલગ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Update: 2023-02-03 09:57 GMT

ગુજરાત પંચાયત પસંદગી મંડળ નું જુનિયર ક્લાર્ક નું પેપર લીક થયા બાદ એટીએસ દ્વારા અલગ અલગ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મૂળ બિહારના બે આરોપી આ સમગ્ર પેપર લીક કૌભાંડના મુખ્ય સૂત્રધાર હોવાની બાતમી પોલીસને મળી હતી. એના આધારે પોલીસે બે આરોપીને કોલકાતાથી ઝડપી લીધા છે. હાલ આરોપીને અમદાવાદ લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પેપર છપાયું ત્યાંથી ગુજરાત સુધી પહોંચાડવાની આખી સર્કિટમાં આ બંને આરોપીઓની મહત્ત્વનો રોલ હતો. હાલ તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.ગુજરાત એટીએસએ કોલકાતાથી મોડી રાતે એક ઓપરેશન હાથ ધર્યું હતું.

જેમાં બે આરોપીઓ ગુજરાત પંચાયત પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક પેપર લીકમાં સંડોવાયેલા હતા તેમની ધરપકડ કરી છે. નિશિકાંત સિંહા આ કૌભાંડમાં સંકળાયેલો છે, જ્યારે બીજો એક આરોપી સુમિત કુમાર સિંહ હોવાનું સામે આવ્યું છે. આ બંને વ્યક્તિ મૂળ બિહારના છે. તેમજ અલગ અલગ રાજ્યના પેપર લીક કૌભાંડ સાથે સંડોવાયેલા હોવાની શંકા પણ સેવાઈ રહી છે. ગુજરાત પેપર ની કૌભાંડમાં આ બંને વ્યક્તિ મહત્ત્વનો રોલ હતો.એટીએસના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પંચાયત પસંદગી મંડળના પેપર લીક દરમિયાન જ્યાં પેપર છપાતું હતું, ત્યાંથી લઈને ગુજરાતમાં સર્ક્યુલેટ કરવાની સમગ્ર સર્કિટમાં આ બંને આરોપીઓને મહત્ત્વની ભૂમિકા માહિતી હતી. તેઓ બંને ગુજરાતમાંથી પકડાયેલા કેતન બારોટ અને અન્ય આરોપીઓ સાથે પણ સંકળાયેલા હતા. 

Tags:    

Similar News