વલસાડ : જૂની પેંશન યોજના સહિત અન્ય પડતર પ્રશ્ને શિક્ષક સંઘ દ્વારા યોજાયા ધરણા

Update: 2019-11-28 07:26 GMT

વલસાડ

તાલુકા શિક્ષક સંઘ દ્વારા જૂની પેંશન યોજના અને અન્ય પડતર પ્રશ્ને વલસાડ મામલતદાર

કચેરી બહાર ધરણા  કાર્યક્રમ યોજવામાં આવ્યા હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલા શિક્ષિકાઓ પણ જોડાયા હતા. 

જૂની

પેંશન સ્કીમ પગારમાં વિસંગતતા અને અન્ય પડતર પ્રશ્નોને લઈને વલસાડ તાલુકા શિક્ષક

સંઘ દ્વારા 150થી વધુ શિક્ષકોએ વલસાડ

મામતલતદાર કચેરી બહાર ધરણા  કરવામાં આવ્યા હતા. જેમાં શિક્ષકોના મુખ્ય પગાર અને જૂની પેંશન સ્કીમ ચાલુ કરાવવા માટે

ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર

ધરણા કાર્યક્રમમાં

મોટી સંખ્યામાં શિક્ષકો સહિત મહિલા શિક્ષિકાઓ પણ જોડાયા હતા. યુનિયનના આદેશાનુસાર શિક્ષકોને

સાથે રાખી મામલતદારને આવેદન પાત્ર પાઠવવામાં આવશે. જે ભરતી કરવામાં આવી હતી, તેમાં ગ્રેડ પે મળે તે માટે પણ આયોજન કરવામાં

આવશે.

Similar News