વાગરા પોલીસે ટ્રાફિક જાગૃતિ લાવવા રોડ કર્ટસી કેમ્પેઇન હાથ ધર્યું

Update: 2018-10-26 12:55 GMT

સ્પેસ, રિસ્પેક્ટ, પેશન્સ ફોર સાઇટ અને કન્સીડરેટ પર પોલીસનો જાગૃતિ લાવવા પ્રયાસ

વાગરા પોલીસે રોડ કર્ટસી ૨૦૧૮ અભિયાન હાથ ધરી ટ્રાફિક જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વાગરા નગર સહિત વિવિધ માર્ગ ઉપર પોલીસે આવતા જતા લોકો અને વાહન ચાલકોને પેમ્પ્લેટ આપી ટ્રાફિક નિયમનની સમજણ પાડી હતી. સાથે જ ઠેક ઠેકાણે ટ્રાફિક નિયમનના હોર્ડિંગ્સ પોસ્ટર્સ ચિપકાવ્યા હતા.

ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ થયેલા જાગૃતિ અભિયાન હેઠળ 5 મુદ્દા ઉપર ખાશ ભાર મૂકવામાં આવ્યો હતો. જે પૈકી વાહન ચલાવતી વખતે રોડ પર અન્ય વાહનને જગ્યા આપો અને બે વાહન વચ્ચે સલામત અંતર રાખો.રોડ પર દરેક ચાલકને સન્માન આપો.ટ્રાફિક જામના સમયે ધીરજ રાખવા સાથે શાંત રહો તેમજ બિન જરૂરી હોર્નનો ઉપયોગ ન કરવો.વાહન ચલાવતી વખતે અગાઉથી યોગ્ય સિગ્નલ આપો.અને પ્રવાસનું અગાઉથી આયોજન કરો. ઇમરજન્સી વાહનોને પ્રાથમિકતા આપવી.

ઓવરટેકિંગ સિવાય ડાબીબાજુ વાહન ચલાવવા પર ભારપૂર્વક ચાલકોને જણાવી પોલીસે સરાહનીય પ્રયાસ હાથધર્યો હતો.જો વાહન ચાલકો ટ્રાફિક નિયમન મુજબ વાહન ચલાવે તો મોટાભાગના અકસ્માતોને નિવારી શકાય એમ છે.હાલ તો વાગરા પોલીસ પ્રજા અને ચાલકોમાં જાગૃતિ લાવી ટ્રાફિક નિયમન થાય એ માટે ઝુંબેશ ચલાવી હતી.ટ્રાફિક જાગૃતિ અભિયાનમાં કિશનભાઈ, જગદીશભાઈ તેમજ વિજયભાઈ, ભરતભાઈ તથા સોમાભાઈ સહિતના પોલીસ જવાનો જોડાયા હતા.

Tags:    

Similar News