વાલિયા: કરસાડ ગામે શેરડીના ખેતરમાં આગ લગતા, દીપડીનું બચ્ચું ભડથું

Update: 2020-02-10 14:44 GMT

વાલિયા તાલુકાના કરસાડ ગામની સીમમાં શેરડીના

ખેતરમાં આકસ્મીક રીતે આગ લાગતા દીપડી નું 20 દિવસ અગાઉ

જન્મેલું  બચ્ચું બહાર ન નીકળી શકતા આગ માં

ભડથું થતા વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરી છે.

વાલિયા ના કરસાડ ગામની સીમ માં આવેલ ખેતરમાં

શેરડીની કાપણીની કામગીરી દરમ્યાન આકસ્મીક રીતે આગ ભભૂકી ઉઠી હતી આગ કાબુ માં આવ્યા

બાદ શેરડી ની કાપણી ની કામગીરી હાથ ધરતા શેરડીમાં 20 દિવસ

અગાઉ જન્મેલું દીપડીનું બચ્ચું સળગી ગયેલ મૃત હાલતમાં મળી આવ્યું હતું ,આ અંગે ની જાણ વાલિયા વનવિભાગને કરવામાં આવતા આરએફઓ ગજેન્દરસિંહ ભરથાણીયા

સ્ટાફ સાથે દોડી ગયા હતા અને આગમાં ભડથું થયેલ દીપડીના બચ્ચાને પશુચિકિત્સાલય  ખાતે પોષ્ટ મોર્ટમ કરાવ્યા બાદ અગ્નિ સંસ્કાર

કરવામાં આવ્યું હતું ,વન 

વિભાગ દ્વારા  શેરડીના ખેતર નજીક એક

પાંજરું ગોઠવવા માં આવ્યું છે.

Tags:    

Similar News