અફ્રીકા દેશ ધાનામાં ખનન વિસ્ફોટક લઈ જઈ રહેલા ટ્રકમાં બ્લાસ્ટ,17 લોકોના મોત

અફ્રીકા દેશ ધાનામાં ખનન વિસ્ફોટક લઈ જઈ રહેલા ટ્રકમાં વિસ્ફોટ થયો છે. આની ઝપેટમાં આવીને 17 લોકોના મોત થયા છે

Update: 2022-01-21 06:41 GMT

અફ્રીકા દેશ ધાનામાં ખનન વિસ્ફોટક લઈ જઈ રહેલા ટ્રકમાં વિસ્ફોટ થયો છે. આની ઝપેટમાં આવીને 17 લોકોના મોત થયા છે અને 59 ઘાયલ છે. ઈમરજન્સી અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને સ્થાનીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં અનેક ગંભીર છે. મનાઈ રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. એપિએટ હોસ્પિટલના ડોક્ટર જોસેફ ડાર્કોએ જણાવ્યું કે ઘાયલોમાં બાળકો પણ સામેલ છે. એક પાંચ વર્ષના બાળકોની સ્થિતિ ગંભીર છે.આ ઘટના રાજધાની અકારાના પશ્ચિમમાં 300 કિલોમીટર દૂર સ્થિત બોગોસોના ખનન શહેરની પાસે અપિયેટનમાં બની. ખનન વિસ્ફોટક લઈને જઈ રહેલા ટ્રક એક મોટર સાઈકલ સાથે અથડાયુ હતુ. જેનાથી અહીં વિસ્ફોટ થયો. વિસ્ફોટના કારણે સેંકડો બિલ્ડિંગ્સ ધરાશાયી થઈ. ઈમરજન્સી સેવાઓના અધિકારીઓએ કહ્યું કે બચાવના પ્રયાસ જારી છે. અનેક લોકોના ઘરો ધરાશાયી થયા અને ઈમારતોમાં ફસાયા તે તમામને બહાર કાઢી લેવામાં આવ્યા.ઘાનાના રાષ્ટ્રપતિ નાના અકુફો- અડોએ કહ્યું કે વિસ્ફોટની ઘટના દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. આ ઉપરાંત લોકોના જીવ ગયા છે અને સંપત્તિને નુકશાન પહોંચ્યું છે. આ ઘટનાથી ઘાનામાં શોક વ્યાપી ગયો છે.

Tags:    

Similar News