કાબુલમાં પાકિસ્તાન દૂતાવાસ બહાર મોટી સંખ્યામાં અફઘાની નાગરિકોનો વિરોધ

Update: 2021-09-07 13:26 GMT

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ વિરોધનો સૂર ઉઠવા લાગ્યો છે. આજે કાબુલમાં પાકિસ્તાન દૂતાવાસ બહાર મોટી સંખ્યામાં અફઘાની નાગરિકો વિરોધ કરવા એકત્ર થયા હતા. જેમાં મહિલાઓ પણ સામેલ હતી. આ દરમિયાન દેખાવકારો પાકિસ્તાન અફઘાનિસ્તાન છોડો, આઝાદી-આઝાદીના નારા લગાવ્યા હતા.

પાકિસ્તાન સામે ઉઠી રહેલા અવાજને દબાવવા માટે તાલિબાને ફાયરિંગ કરીને ભીડને વિખેરી નાંખી હતી. ટોલો ન્યૂઝ તરફથી જાહેર કરવામાં આવેલા વીડિયોમાં ભીડને ભાગતાં અને ફાયરિંગનો અવાજ પણ સાંભળવા મળે છે.

આ ઉપરાંત તાલિબાનીઓએ વિરોધ પ્રદર્શનનું કવરેજ કરી રહેલા ટોલો ન્યૂઝના કેમેરામેને વાહીદ અહમદીને ધરપકડ કરીને તેનો કેમેરો કબ્જે કર્યો હતો. ટોલો ન્યૂઝે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

પંજશીરમાં તાલિબાનના ઠેકાણાઓ પર સોમવાર મોડી રાત્રે હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલાઓથી તાલિબાનીઓને મોટું નુકસાન થયું છે. અજ્ઞાત વિમાનો દ્વારા આ હુમલા કરવામાં આવ્યા છે. મોહમ્મદ અલ્સુલ્માની દ્વારા ટ્વિટ કરી લખવામાં આવ્યું કે અજ્ઞાત વિમાનો તાલિબાનના ઠેકાણાઓ પર હુમલો કરીને ભાગ્યા અને રેઝિસ્ટેંટ ફોર્સિસવાળા વિસ્તારોમાં ચાલ્યા ગયા.

Tags:    

Similar News