ક્રિમિયાને જોડતા એકમાત્ર પુલ પર વિસ્ફોટ બાદ આગ, રશિયાની મુસીબતો વધશે

યુક્રેન યુદ્ધ વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયાને ક્રિમિયા સાથે જોડતા એકમાત્ર પુલ પર એક લારીમાં વિસ્ફોટ થયો હતો.

Update: 2022-10-08 10:45 GMT

યુક્રેન યુદ્ધ વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયાને ક્રિમિયા સાથે જોડતા એકમાત્ર પુલ પર એક લારીમાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે ત્યાં સ્થિત રોડ અને રેલ્વે માર્ગ પરથી પસાર થતા અનેક ઓઇલ ટેન્કરોમાં આગ લાગી હતી. રશિયા આ બ્રિજ દ્વારા યુક્રેનમાં સૈન્ય ઉપકરણો મોકલે છે. તેથી આ ઘટના તેની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.

રશિયન રાજ્ય મીડિયાનું કહેવું છે કે આગ રશિયાના કબજા હેઠળના ક્રિમીયન દ્વીપકલ્પ અને રશિયા વચ્ચેના ક્રોસિંગ પરના પુલ પરની લારીમાં વિસ્ફોટને કારણે લાગી હતી. આ ઘટનાના વીડિયો ફૂટેજમાં ત્યાંથી પસાર થતી એક ટ્રેનમાં પણ આગ લાગી છે. આ સાથે બાજુના રોડ ક્રોસિંગ પર પણ ટેન્કરો સળગતા જોવા મળ્યા હતા.

2014 માં રશિયા દ્વારા ક્રિમિયાને જોડવામાં આવ્યું હતું. રશિયા આ પુલ દ્વારા યુક્રેન યુદ્ધ માટે લશ્કરી સાધનો મોકલી રહ્યું છે. આગ લાગવાની ઘટનામાં આ પુરવઠાને અસર થઈ શકે છે. રશિયન મીડિયા અનુસાર આ વિસ્તારમાં વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.

રશિયન એજન્સી આરઆઈએ નોવોસ્ટીએ નેશનલ એન્ટી ટેરરિઝમ કમિટી (એનએસી)ને ટાંકીને જણાવ્યું હતું કે આજે સવારે 6 વાગ્યે તામન દ્વીપકલ્પથી ક્રિમિયન બ્રિજની રોડ સાઇડ પર એક ટ્રકે વિસ્ફોટ કર્યો હતો. આના કારણે ક્રિમીયન દ્વીપકલ્પ માટે જતી ટ્રેનના સાત ઓઈલ ટેન્કરમાં આગ લાગી હતી. તેને ઓલવવાનું કામ ચાલી રહ્યું છે. આ પુલ કેર્ચ સ્ટ્રેટ પર છે. આ પુલને 2018માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

Tags:    

Similar News