કેનેડા : ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાનો વીડિયો આવ્યો સામે...

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને ગયા વર્ષે જૂનમાં ઠાર કરવામાં આવ્યો હતો. હવે નિજ્જરની હત્યાનો કથિત વીડિયો સામે આવ્યો છે.

Update: 2024-03-09 05:49 GMT

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને ગયા વર્ષે જૂનમાં ઠાર કરવામાં આવ્યો હતો. હવે નિજ્જરની હત્યાનો કથિત વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં હુમલાખોરો નિજ્જરને ગોળી મારીને ભાગતા જોવા મળી રહ્યા છે. નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી અને આ મામલો બંને દેશો વચ્ચે વિવાદનું કારણ બની ગયો હતો.

ગુરુ નાનક શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના તત્કાલિન પ્રમુખ હરદીપ સિંહ નિજ્જરની કેનેડાના સરેમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે ઘટનાના દિવસે હરદીપ સિંહ નિજ્જર ગુરુદ્વારાના પાર્કિંગમાંથી તેની પીકઅપ ટ્રકમાં બહાર નીકળ્યા હતા અને બહાર આવતા જ અચાનક તેમની કારની આગળ એક સફેદ સેડાન આવીને થંભી ગઈ હતી. જેમાં બે લોકોએ બહાર આવીને હરદીપ સિંહ નિજ્જર પર ફાયરિંગ કર્યું હતું. કેનેડાના એક મીડિયા હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

નિજ્જરને ગોળી માર્યા બાદ હુમલાખોરો સિલ્વર રંગની ટોયોટા કેમરી કારમાં ફરાર થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યાં નિજ્જરને ગોળી વાગી હતી ત્યાંથી થોડે દૂર બે યુવકો ફૂટબોલ રમતા હતા.ગોળીનો અવાજ સાંભળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે તે નિજ્જર પાસે મદદ માટે પહોંચ્યો હતો અને અન્ય યુવકે હુમલાખોરોનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે કારમાં પહેલાથી જ ત્રણ લોકો હતા જેમાં હુમલાખોરો ભાગી ગયા હતા.

Tags:    

Similar News