હેલોવીન આઉટફિટમાં ઈલોન મસ્ક શેર કરી તસવીર, યુઝર્સ મૂંઝવણમાં.!

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને હવે ટ્વિટરના માલિક ઈલોન મસ્ક દરરોજ કંઈકને કોઈ એવી ટ્વિટ કરે છે. જે ચર્ચાનો વિષય બની જાય છે.

Update: 2022-11-01 11:41 GMT

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને હવે ટ્વિટરના માલિક ઈલોન મસ્ક દરરોજ કંઈકને કોઈ એવી ટ્વિટ કરે છે. જે ચર્ચાનો વિષય બની જાય છે. હવે તેણે હેલોવીન આઉટફિટમાં તેની તસવીર શેર કરી છે. આ તસવીરે સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓને મૂંઝવણમાં મૂક્યા છે કે મસ્ક કેવા પ્રકારનો પોશાક પહેરે છે અને તે હેલોવીન આઉટફિટમાં શું બનવાનો પ્રયાસ કરી રહ્યો છે.

મસ્કએ તેની પોસ્ટમાં હેલોવીન પોશાક જાહેર કર્યો નથી. જે તે અલગ દેખાવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેની માતા મેય મસ્ક સાથેની તસવીર પોસ્ટ કરતાં તેણે લખ્યું- "હેલોવીન વિથ માય મોમ".

ઈલોન મસ્કના ટ્વીટ બાદ યુઝર્સે ફની કોમેન્ટ કરી છે. આ કોમેન્ટ્સમાં યુઝર્સ મસ્કના આઉટફિટ વિશે વાત કરી રહ્યા છે. કેટલાકે મસ્કની સરખામણી સુપરમેન સાથે કરી છે. તો કેટલાકે લખ્યું છે કે તમે મારા હીરો જેવા લાગો છો. મને મારું ટ્વિટર એકાઉન્ટ આપો, એલન હીરો. એકે તેને લેધર બોય તરીકે લખ્યો છે અને એકે તેને લોબસ્ટરમેન તરીકે સંબોધ્યો છે.

Tags:    

Similar News