ઓડિશા : ભારે વરસાદના કારણે આકાશથી વીજળી પડતાં 10 લોકોના મોત, અનેક લોકો ઘાયલ.....

ભારતમાં આ વખતે અમુક રાજ્યોમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદના કારણે કેટલાક રાજ્યોમાં પૂરની સ્થિતિ પણ સર્જાય છે

Update: 2023-09-03 06:15 GMT

ભારતમાં આ વખતે અમુક રાજ્યોમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદના કારણે કેટલાક રાજ્યોમાં પૂરની સ્થિતિ પણ સર્જાય છે. પહાડી ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડ્યો છે. આ સિવાય ઓડીસા, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં વરસાદ ચાલુ છે. છેલ્લા બે દિવસથી ઓડીસામાં ખરાબ હવામાન જોવા મળ્યું છે. ગઈ કાલે ઓડીસાના 6 જીલ્લામાં વીજળી પડવાથી ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. અને 3 લોકો ઘાયલ થયા છે. ખરાબ હવામાનથી હિમાચલ સૌથી વધુ પ્રભાવિત થયું છે. જ્યાં ઘણા લોકોના મોત થયા છે. જ્યારે ભૂસ્ખલનના કારણે પણ અનેક લોકોના મકાન ધરશાહી થયા છે. રાજ્યમાં ડિઝાસ્ટર મેનેજમેંટ સાથે જોડાયેલા સ્પેશિયલ રિલિફ કમિશ્નરે આ દુર્ઘટના વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે વીજળી પડવાથી ખોરધામાં 4 લોકોના મોત થયા છે. બોલંગરિમા બે, અંગુલ જીલ્લામાં 1, બૌદ્ધમાં 1 જગતસિંહ પૂરમાં 1 અને ઢેંકનાલમાં 1 વ્યકતીએ જીવ ગુમાવ્યો હતો.  

Tags:    

Similar News