અંકલેશ્વર અવની ફાઉન્ડેશન દ્વારા આદર્શ નિવાસી શાળામાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો
અંકલેશ્વર જીઆઇડીસી ખાતેની આદર્શ નિવાસી શાળામાં અવની ફાઉન્ડેશનનાં સહયોગથી બાળકોનું નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યુ હતુ.
અંકલેશ્વર અવની ફાઉન્ડેશનનાં મહેશભાઈ પટેલ અને રસિલાબહેન પટેલનાં માર્ગદર્શન હેઠળ આદર્શ નિવાસી શાળા ( કુમાર )માં અભ્યાસ કરતા 150 થી વધુ બાળકોનાં બ્લડ - યુરિન, આંખોની તપાસ સહિત જનરલ ચેકઅપ કરવામાં આવ્યુ હતુ.
આ કેમ્પમાં જયાબેન મોદી હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી.આદર્શ નિવાસી શાળાના આચાર્ય મનોજ ઠક્કરે અવની ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો.