અંકલેશ્વર : મહેસાણા જિલ્લા મિત્રમંડળ દ્વારા અનાજની 800 કીટનું વિતરણ

Update: 2020-03-31 13:46 GMT

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોક ડાઉનની સ્થિતિમાં લોકો પોતાના ઘરોમાં કેદ થઇ ચુકયાં છે. ધંધા- રોજગાર બંધ થઇ જતાં ગરીબ પરિવારોની હાલત દયનીય બની છે ત્યારે અંકલેશ્વરના મહેસાણા જિલ્લા મિત્ર મંડળ તરફથી ગરીબોને અનાજનું વિતરણ કરવામાં આવી રહયું છે.

લોકડાઉનની

સ્થિતિમાં આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં વાલીયા અને નેત્રંગ તાલુકામાં રહેતાં

ગરીબ લોકો કફોડી સ્થિતિમાં મુકાય ગયાં છે. રોજગારી બંધ થઇ જતાં તેમને ઘરોમાં

બેસવાનો વારો આવ્યો છે. આવા કપરા સંજોગોમાં તેઓ બે ટંકનું ભોજન મેળવી શકે તે માટે

મહેસાણા જિલ્લા મિત્ર મંડળ તરફથી અનાજની કીટનું વિતરણ કરવામાં આવી રહયું છે.

વાલીયા અને નેત્રંગ તાલુકાના વિઠ્ઠલગામ, પેટીયા, ગુંદીયા અને ચાસવડ ગામમાં 800 જેટલી

અનાજની કીટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે મહેસાણા જિલ્લા  મિત્ર

મંડળના પ્રમુખ ભરતભાઇ પટેલ સહિત શૈલેષભાઇ પટેલ, રમેશભાઇ પટેલ તથા જશુભાઇ ચૌધરી સહિતના

આગેવાનો અને સેવાભાવીઓ હાજર રહયાં હતાં. 

Tags:    

Similar News