અમદાવાદ : જગન્નાથ મંદિરના મહંતે ફેરવીને ટોળ્યું , કહયું કોઇની સામે નારાજગી નથી

Update: 2020-06-25 14:18 GMT

અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ તેમના વિવાદીત નિવેદન બાદ ગુરૂવારના રોજ ફેરવીને તોળ્યું છે. તેેમણે આજે જણાવ્યું છે કે, રાજય સરકારે રથયાત્રા નીકળે તે માટે ખુબ મહેનત કરી હતી.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા કાઢવાની પરવાનગી હાઇકોર્ટએ આપી ન હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં ફેરવવામાં આવી હતી. રથયાત્રા સંપન્ન થયા બાદ મહંત દિલીપ દાસજીએ જણાવ્યું હતું કે, મે એક વ્યકતિ પર ભરોસો રાખ્યો હતો પણ તેમણે ભરોસો તોડી નાંખ્યો છે. તેમના નિવેદન બાદ આ વ્યકતિ કોણ તેની ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી.

ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો વિવાદ થતાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ગુરૂવારના રોજ મંદિર ખાતે પહોંચ્યાં હતાં અને મંદિરના ટ્રસ્ટી અને મહંત દિલીપદાસજી સાથે બેઠક યોજી હતી.  બેઠકમાં ટ્રસ્ટી મહેન્દ્ર ઝા તેમજ AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ હાજર હતાં. જમાલપુર મંદિર ખાતે યોજાયેલી બેઠક બાદ મંદિરના મહંત દીલીપ દાસજીના તેવર બદલાઇ ગયાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદમાં રથયાત્રા નીકળે તે માટે એફિડેવિટ કરી હતી પરંતુ હાઇકોર્ટે મોડી રાતે મંજૂરી આપી ન હતી. આ ચુકાદો વહેલો મળ્યો હોત તો સુપ્રીમમાં જાત. રાજ્ય સરકારે સંપૂર્ણ મદદ કરી છે. મારી સરકાર કે વ્યક્તિ સામે નારાજગી નથી. 

Tags:    

Similar News