અમદાવાદ : જમાલપુરમાં આવેલાં સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરને કરવામાં આવ્યું સેનીટાઇઝ

Update: 2020-04-05 06:39 GMT

અમદાવાદ

શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી પાંચ વિસ્તારોને કલસ્ટર

કવોરન્ટાઇન જાહેર કરવામાં આવ્યાં છે. આ વિસ્તારોમાં તકેદારીના ભાગ રૂપે

સેનીટાઇઝેશન કરાઇ રહયું છે. અમદાવાદના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરને પણ સેનીટાઇઝ

કરવામાં આવ્યું હતું. 

અમદાવાદના 5 વિસ્તાર ક્લસ્ટર કોરોનટાઇન કરાયા છે જેને

પગલે આ વિસ્તારોમાં અડધો કિલોમીટર દૂરથીજ પોલીસ બેરીકેટ મૂકી સમગ્ર વિસ્તાર કોર્ડન

કરી દેવામાં આવ્યા છે.કોઈ પણ વ્યક્તિ ન અંદર જઈ શકે કે ન કોઈ ભાર આવી શકે તેવી

વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેરના જમાલપુર, શાહઆલમ, કાળુપુર, બાપુનગર વગેરે વિસ્તારોમાં જે સોસાયટી કે

પોળમાંથી વધુ પ્રમાણમાં કેસો આવી રહ્યા છે તેની આગળ પતરાં મારીને તેમજ આવ-જા એક જ

એન્ટ્રી રાખીને ત્યાં એક કર્મચારીને બેસાડી દેવામાં આવ્યો છે. 

કેન્દ્ર

સરકારે કોરોના વાયરસના સંદર્ભમાં હોટ સ્પોટ જાહેર કરેલાં  અમદાવાદના 5 વિસ્તાર ક્રિસ્ટલ કોરોનટાઈન કરવામાં

આવ્યા છે ત્યારે જમાલપુરમાં આવેલાં  જગનાથ મંદિર પણ સેનીટાઇઝ કરવામાં આવ્યું

છે. જમાલપુર વિસ્તાર પણ ક્રિસ્ટલ કોરોનટાઈન કર્યું છે ને તેજ વિસ્તારમાં આ મંદિર

આવેલું છે ત્યારે આ મંદિરમાં રહેતા માણસો અને પુજારીઓ ને કોઈ પણ જાતની મુશ્કેલી ન

પડે તેના માટે આ પ્રકારે મંદિર આખું સૅનેટાઈઝ કરી દેવામાં આવ્યું છે.

Tags:    

Similar News