અમિત શાહ રાજનીતિના આધુનિક ચાણક્ય

Update: 2016-11-13 08:11 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખુબ જ નજીકના ગણાતા અમિત શાહ એ અનેક પડકારોનો સામનો કરીને આજે ભાજપના સર્વોચ્ચ સ્થાન એટલે કે રાષ્ટ્રીય અધ્યક્ષ પદે બિરાજમાન છે. તેઓના કદસમાન જ રાજનીતિ શતરંજમાં માહિર છે. અને ચૂંટણીના દાવપેચની રમતના પણ બેતાજ બાદશાહ માનવામાં આવે છે.

અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964માં મુંબઈમાં થયો હતો, તેઓના પિતા અનિલચંદ્ર શાહ પીવીસી પાઇપનો વેપાર કરતા હતા. જૈન પરિવારમાં જન્મેલ અમિત શાહ એ, મહેસાણામાં શાળાનું શિક્ષણ મેળવીને અમદાવાદની સીયુ શાહ સાયન્સ કોલેજમાં થી બાયો કેમેસ્ટ્રી માંથી ગ્રેજ્યુએશન કર્યું હતુ.

 

શાહ એ 14 વર્ષની ઉંબરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં જોડાયા હતા, કોલેજમાં વિદ્યાર્થી સંઘના નેતા રહી ચૂકેલા શાહ ની મુલાકાત પ્રથમ વખત નરેન્દ્ર મોદી સાથે 1982માં થઇ હતી, ત્યારે મોદી RSS ના પ્રચારક અને યુથ એક્ટિવિટીના ઇન્ચાર્જ પણ હતા. બસ ત્યારથી લઈને આજ દિન સુઘી મોદી અને શાહ એકબીજાનો પડછાયો બનીને રહ્યા છે અને કેન્દ્રની સત્તામાં એક સમયે ડુબતી ભાજપની નાવના બંને ને તારણહાર માનવામાં આવી રહ્યા છે.

અમિત શાહે રાજનીતિમાં જોડાયા તે પહેલા વેપારી હતા, વર્ષ 1986માં તેઓ ભાજપમાં જોડયા હતા. શાહ રાજનીતિની શતરંજમાં માહિર ખેલાડી છે અને ચૂંટણીની બાજી પલ્ટી નાખવામાં પણ માહિર છે. ગુજરાત થી રાજકારણના શ્રી ગણેશ કરનાર અમિત શાહ કેન્દ્રમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. અમિત શાહ અમદાવાદના સરખેજમાં થી MLA તરીકે ચૂંટાય આવ્યા હતા.

રાજનીતિમાં આધુનિક ચણાકયનું ઉપનામ ધરાવતા અમિત શાહ વર્ષ 2002માં મોદી ગુજરાત ના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓની ક્ષમતા, સૂઝબૂજ, અને વફાદારીના કારણે ગૃહરાજ્ય મંત્રી પદની કમાન સોંપવામાં આવી હતી.

વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ શાહને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અને તેઓની કુશળતાના કારણે ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં 80 માંથી 71 સીટો ભાજપને મળી હતી. અમિત શાહના નેતૃત્વમાં ભાજપ ઝારખંડ, હરિયાણા, મહારાષ્ટ્ર, અને અસમ જેવા રાજ્યોમાં પણ પોતાનો ડંકો વગાડવામાં સફળ રહ્યુ છે.

ફેક એન્કાઉન્ટરના ગંભીર ગુનાના આરોપસર જેલમાં અમિતશાહે જવાનો વારો આવ્યો હતો પરંતુ આ તમામ પડકારોનો હિંમત પૂર્વક સામનો કરીને આજે તેઓએ રાજનીતિના સર્વોચ્ચ શિખર પર બિરાજમાન થયા છે.

 

Similar News