આજે ‘ગુરૂપૂર્ણિમા’ : અંકલેશ્વરના વિવિધ મંદિરોમાં ઉમટ્યો માનવ મહેરામણ

Update: 2018-07-27 06:27 GMT

વિવિધ મંદિરો સહિત ગુરૂઆશ્રમોમાં ગુરૂપૂજન,ભજન તેમજ ભંડારા યોજાયા

કહેવાય છે કે, ગુરૂ ગોવિંદ દોનો ખડે કીસકો લાગુ પાય, બલિહારી ગુરૂ આપકી ગોવિંદ દિયો બતાયે, ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ ૧૫ ના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે શિષ્ય તેના ગુરુ પ્રત્યે તેનો અહોભાવ, તેનો સમર્પણનો ભાવ વ્યક્ત કરે છે. ગુરુ ભક્તિનું આ અનેરુ પર્વ છે.

અંકલેશ્વર ખાતે પણ ગુરૂપૂર્ણિમા નિમિત્તે વિવિધ મંદિરો રામકુંડ,કબીર આશ્રમ તેમજ દિવા ખાતેના ભાથીજી મંદિર સહિત ગુરૂ આશ્રમોમાં માનવ મહેરામણ આજે વહેલી સવારથી જ ઉમટ્યો હતો. અંકલેશ્વરના વિવિધ મંદિરોમાં ભજન-સત્સંગ અને મહાપ્રસાદી જેવા કાર્યક્ર્મો થકી ભકતો પાવન થયા હતા.

ગુરૂ પૂર્ણિમા વિષેનું મહત્વ સમજાવતા રામકુંડના મહંત ગંગાદાસ બાપુએ જણાવ્યું કે, ગુરુ પૂર્ણિમા એ ગુરુ પ્રત્યેનું ૠણ અદા કરવાનો પવિત્ર અવસર છે. ગુરુથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી, ગુરુથી અધિક તપ નથી અને ગુરુથી વિશેષ કોઈ જ્ઞાન નથી એવા શ્રી ગુરુદેવને નમસ્કાર કરી આપણે ગુરુ પ્રત્યેનો આપણો અહોભાવ વ્યક્ત કરીએ છીએ.ગુરુ વંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરુ પૂર્ણિમાં. ગુરુ પૂર્ણિમાનાં દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે.આપણાં શાસ્ત્રો, ગ્રંથોમાં ગુરુ અને ગુરુ પદનો મહિમા અને ગુણગાણનું અદ્‌ભૂત વર્ણન છે.

Tags:    

Similar News